calendar_todayOctober 16, 2026
Kodinar : આલિદરની 18 દીકરીનું સન્માન કરી મંડળીએ બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ સાર્થક કર્યો
તાજેતરમાં યોજાયેલી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં સફ્ળતા મેળવનાર આલિદર ગામની 18 દીકરીઓના સન્માન માટે શ્રી આલિદર સેવા સહકારી મંડળી લિ. દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવાના આ પ્રયાસથી બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશને સાર્થક કરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ અરજણ બાપા વૈંશના સત્કાર્યોની પરંપરાને આગળ વધારતા મંડળીના આ ઉમદા પ્રયાસને ગ્રામજનોએ બિરદાવ્યો હતો. કાર્યક્રમમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, મંડળીના પ્રમુખ હમીરભાઈ અરજણભાઈ વૈંશ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, આલિદરના સરપંચ અમરસિંહભાઈ વાંઝા અને ઉપસરપંચ પ્રતાપસિંહ પઢિયાર સહિત મંડળીના હોદ્દેદારો તથા ગ્રામ પંચાયતનાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.કે. સ્પોર્ટ્સ ક્લબ, શક્તિ ગ્રુપ અને પાર્થ ગ્રુપના યુવાનોએ કર્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો