calendar_todayFebruary 3, 2026
Kolkata Earthquake : કોલકાત્તામાં ભૂકંપનો મોટો ઝટકો, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા નોંધાઈ
3 ફેબ્રુઆરી મંગળવારે રાત્રે કોલકાત્તાના ઘણા વિસ્તારમાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. જેના કારણે લોકો પોતાના ઘર અને બિલ્ડિંગની બહાર નીકળી ગયા છે. ભૂકંપના ઝટકાને કારણે આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારમાં નોંધાયું છે અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9ની નોંધાઈ છે.
10-15 સેકન્ડ સુધી જમીન હલી
અધિકારીઓના જણાવ્યા મુજબ પાડોશી દેશ મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ મંગળવાર રાત્રે કોલકાત્તા અને પૂર્વ ભારતના કેટલાક ભાગમાં સામાન્ય ઝટકાનો અનુભવ થયો છે. શહેરના લોકોએ રાત્રે લગભગ 9.05 વાગ્યે 10-15 સેકન્ડ સુધી જમીન હલી હોવાની જાણકારી આપી છે. જેના કારણે ઘણા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. જો કે અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિ ઘાયલ થયું હોય કે નુકસાન પહોંચ્યું હોય તેવી જાણકારી સામે આવી નથી.
ભૂકંપનું કેન્દ્ર લગભગ 10 કિલોમીટરની ઉંડાઈ પર હતું
GFZ મુજબ મ્યાનમારમાં આજે સવારે 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ભૂકંપનું કેન્દ્ર લગભગ 10 કિલોમીટરની ઉંડાઈ પર હતું. જેના કારણે ઝટકા એક મોટા ક્ષેત્રમાં વધારે સ્પષ્ટ રીતે અનુભવાયા. ઉલ્લેખનીય છે કે મ્યાનમાર દુનિયાની સૌથી સક્રિય સિસ્મિક ઝોનમાંથી એક છે. જ્યાં મોટી ફોલ્ટ લાઈન આવેલી છે. આ પહેલા માર્ચ 2025માં પણ મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો મોટો ઝટકો આવ્યો હતો. જેને મ્યાનમારમાં ભારે તબાહી મચાવી હતી અને થાઈલેન્ડ તથા ચીન સુધી અસર જોવા મળી હતી.
આ પણ વાંચો : RBI MPC Meeting : 4 ફેબ્રુઆરીથી શરૂ થશે બેઠક, શું લોનધારકોને થશે ફાયદો?