android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kuno National Park: કૂનોમાં વધી ચિત્તાની સંખ્યા.. ભારતમાં જન્મેલી માદા ચિત્તાએ 4 બચ્ચાને આપ્યો જન્મ.. જુઓ Video

calendar_todaySeptember 18, 2026

Kuno National Park: કૂનોમાં વધી ચિત્તાની સંખ્યા.. ભારતમાં જન્મેલી માદા ચિત્તાએ 4 બચ્ચાને આપ્યો જન્મ.. જુઓ Video

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ચિત્તાનું નવુ સરનામુ બની ગયો છે. દિવસ જાય તેમ કૂનોમાં ચિત્તાની સંખ્યા વધી રહી છે.  આ પ્રોજેક્ટ હેઠળ આવતા વર્ષ સુધીમાં ચિત્તાઓની સંખ્યા વધારીને 89 કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટની શરૂઆત ચાર વર્ષ પહેલાં કરવામાં આવી હતી. શરૂઆતમાં પડકારો હોવા છતાં, હવે આ પ્રોજેક્ટ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.

કૂનોમાં નવા 4 મહેમાન આવ્યા 

18 સપ્ટેમ્બરના રોજ 'પ્રોજેક્ટ ચિત્તા'ના ચાર વર્ષ પૂર્ણ થયાના માત્ર એક દિવસ બાદ કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા KGP12એ ચાર બચ્ચાંને જન્મ આપ્યો. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. આ ઘટનાને "ચાર વર્ષ, ચાર નવા જીવન" તરીકે વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે આ ભારતમાં ચિત્તા સંરક્ષણ અંગેની વધતી જતી સફળતા અને દ્રઢ સંકલ્પનું એક મહત્વપૂર્ણ પ્રતીક છે.

kuno

કુનોમાં ચિત્તાની સંખ્યામાં વધારાની અપેક્ષા

KGP12નો જન્મ ભારતમાં થયો હતો અને હવે તેણે બચ્ચાંને જન્મ આપ્યો છે, તે હકીકત 'પ્રોજેક્ટ ચિત્તા' માટે વિશેષ મહત્વ ધરાવે છે. તે દેશમાં જન્મેલા ચિત્તાઓની કુદરતી પ્રજનન પ્રક્રિયામાં વેગ મળવાનો સંકેત આપે છે. કુનોમાં ચિત્તાની વસ્તી વધારવા અને તેમના માટે અનુકૂળ રહેઠાણ ઊભું કરવાના ચાલી રહેલા પ્રયાસો વચ્ચે, આ ચાર નવા બચ્ચાંનું આગમન વન્યજીવ પ્રેમીઓ માટે પણ આવકારદાયક સમાચાર છે.

4 બચ્ચાઓનો થયો જન્મ 

પર્યાવરણ મંત્રીએ આ પ્રસંગે કુનો અને 'પ્રોજેક્ટ ચિત્તા' સાથે સંકળાયેલી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ચાર બચ્ચાંનો જન્મ કુનો ખાતે ચિત્તા સંરક્ષણ પહેલની સિદ્ધિઓમાં એક અન્ય મહત્વપૂર્ણ અધ્યાય દર્શાવે છે. CCF ઉત્તમ કુમાર શર્માએ આ માહિતી આપી હતી.

kuno national park

કુનોમાં ચિત્તાઓની વસ્તી વધી 

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા હાલમાં 52 છે. વિદેશથી 26 ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા હતા. હાલમાં, ભારતમાં જન્મેલા 32 ચિત્તાઓ છે, જ્યારે વિદેશી મૂળના 9 ચિત્તાઓ પણ ત્યાં છે. આ સમયગાળા દરમિયાન 25 ચિત્તાઓનાં મૃત્યુ થયાં છે.

kuno

જેમાં નર ચિત્તાઓની સંખ્યા 17 અને માદા ચિત્તાઓની સંખ્યા 18 પર પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશના ગાંધી સાગર અભયારણ્યમાં ત્રણ ચિત્તાઓને પણ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.



આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા