android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch: સસ્તા સોનાની લાલચ આપી 29 લાખની ઠગાઈ, LCBએ બે ભેજાબાજોને 24 લાખની રોકડ સાથે દબોચ્યા

calendar_todayJanuary 23, 2026

Kutch: સસ્તા સોનાની લાલચ આપી 29 લાખની ઠગાઈ, LCBએ બે ભેજાબાજોને 24 લાખની રોકડ સાથે દબોચ્યા

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે" એ કહેવત ફરી એકવાર ભુજમાં સાચી સાબિત થઈ છે. બજાર ભાવ કરતા સસ્તું સોનું અપાવવાની લાલચ આપીને એક શખ્સ પાસેથી 29 લાખ રૂપિયા પડાવી લેનાર આંતરરાજ્ય ટોળકીના બે સભ્યોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) ઝડપી પાડ્યા છે.

ભુજમાં સસ્તા સોનાના નામે છેતરપિંડી

ભુજમાં સસ્તા સોનાના નામે છેતરપિંડીની ફરિયાદ ઉઠતા પોલીસ એક્શનમાં આવી હતી. આરોપીઓએ એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ, તેને સોનાના સિક્કા કે બિસ્કિટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ભોગ બનનાર વ્યક્તિએ 29 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

પોલીસની સફળતા અને મુદ્દામાલ

પશ્ચિમ કચ્છ LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે આ ઠગાઈ આચરનાર બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ઠગાઈના નાણાંમાંથી રૂપિયા 24 લાખની રોકડ રકમ રિકવર કરી છે. આ ગુનામાં સામેલ હજુ એક શખ્સ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: Porbandar: LCBએ ઓડદર રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી