android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutchના અંજારમાં ધોળા દિવસે ચિલઝડપ! માધવબાગમાં મહિલાની સોનાની ચેઇન આંચકી 3 શખ્સો થયા ફરાર

calendar_todaySeptember 12, 2026

Kutchના અંજારમાં ધોળા દિવસે ચિલઝડપ! માધવબાગમાં મહિલાની સોનાની ચેઇન આંચકી 3 શખ્સો થયા ફરાર

કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંજારના માધવબાગ વિસ્તારમાં દિવસના અજવાળે ચેઇન સ્નેચિંગની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. માર્ગ પરથી એકલી પસાર થઈ રહેલી એક મહિલાને તકનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી અને ક્ષણવારમાં જ તેના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને અંજામ આપ્યો હતો.

એકલી જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચાઈ

આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક જ મોટરસાયકલ પર સવાર થઈને આવેલા ત્રણ શખ્સો જાહેર રોડ પરથી પસાર થતી મહિલા નજીકથી પુરઝડપે બાઇક પસાર કરીને ચેઇન ખેંચીને ભાગી જતા સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે. ધોળા દિવસે અને જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક મહિલાઓ અને રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

દિનદહાડે બનેલી આ ચિલઝડપની ઘટનાને કારણે વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અંજાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકસવાર ત્રણેય શખ્સોની ઓળખ છતી કરીને ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો