calendar_todayAugust 24, 2026
Kutchમાં મોડી રાત્રે ભચાઉ પાસે અનુભવાયો 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો!
કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે અંદાજે 1.30 કલાકે ભૂકંપનો આંચકો નોંધાતાં નિદ્રાધીન લોકોમાં થોડા સમય માટે ફાળચ વ્યાપી ગઈ હતી. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 ની નોંધાઈ હતી.
ભચાઉથી 21 કિમી દૂર કેન્દ્રબિંદુ
ગાંધીનગર સ્થિત ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને સિસ્મોલોજિકલ સેન્ટરની વિગતો મુજબ, આ આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી દક્ષિણ-પૂર્વ દિશામાં અંદાજે 21 કિલોમીટર દૂર નોંધાયું હતું. 3.3 ની તીવ્રતાનો આંચકો હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા કંપનનો અનુભવ થયો હતો.
જાનમાલના કોઈ નુકસાનના અહેવાલ નહીં
હળવી તીવ્રતાનો ભૂકંપ હોવાના કારણે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટા માલમિલકતના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા કચ્છ વિસ્તારમાં વારંવાર આવતા નાના-મોટા આંચકાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.