android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch : અંજારમાં રીઢા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી, આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા, 6.20 લાખનો દંડ ફટકારાયો

calendar_todayFebruary 11, 2026

Kutch : અંજારમાં રીઢા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી, આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા, 6.20 લાખનો દંડ ફટકારાયો

 કચ્છના અંજાર વિસ્તારમાં રીઢા આરોપીઓ વિરુદ્ધ પોલીસ અને વીજ તંત્ર દ્વારા સાથે મળીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.. આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખવામાં આવ્યા છે. આ કામગીરીમાં 6 આરોપીઓના રહેણાંકના વીજ જોડાણ કાપી નખાયા છે.

 6 શખ્સો વિરુદ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે

અંજાર પોલીસ અને વીજ તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, આ ફરિયાદો મુખ્યત્વે ગેરકાયદે વીજ વપરાશ માટે છે. 6 શખ્સો વિરુદ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીરસંબંધી, ખૂન, પ્રોહિબિશન અને જુગાર જેવા ગુનાઓ સામેલ છે.

6 શખ્સોને કુલ 6.20 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

ગેરકાયદે વીજ વપરાશના આધારે તમામ 6 શખ્સોને કુલ 6.20 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. વીજ ચેકિંગ અને વીજ જોડાણ કાપતી વખતે પોલીસ પણ સાથે હાજર હતી જેથી આ તત્વો કાબુમાં રહી શકે

આ આરોપીના વીજ જોડાણ કાપી નખાયા

પોલીસે કહ્યું કે અબ્બાસ જમનશા શેખ, જુમા સિદીક કટિયા, કાસમશા ઊર્ફે મિથુન ભાકરશા શેખ, શબ્બિર અબ્દુલ સત્તાર કકલ, રમજાન સાલેમામદ કકલ, શબ્બિર ઊર્ફે પીછુ સુલતાનશા શેખના રહેણાંકના વીજ જોડાણ કાપી નંખાયા છે.


આ પણ વાંચો---    Ahmedabad :સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા મકાનમાં લોકો ફસાયા, 7ને નાની મોટી ઇજા