calendar_todayJanuary 26, 2026
Kutch : ધોરડો ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, વિશ્વનો સૌથી મોટો સ્મારક રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાયો
કચ્છના ધોરડો ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી અને વિશ્વના સૌથી મોટા સ્મારક રાષ્ટ્રીય ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો.
KVIC દ્વારા ખાસ સ્મારક રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરાયો
રાષ્ટ્રવાદની સામૂહિક ભાવનાને ઉજાગર કરવા અને સર્જનાત્મકતા જાળવી રાખવા માટે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ખાસ સ્મારક રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રધ્વજ પહોળાઈમાં 150 ફૂટ અને લંબાઈમાં 225 ફૂટનો
આ ખાદીનો હાથથી બનાવેલો રાષ્ટ્રધ્વજ પહોળાઈમાં 150 ફૂટ અને લંબાઈમાં 225 ફૂટનો છે. તેનું કુલ વજન આશરે 1,400 કિલો છે અને કુલ ક્ષેત્રફળ 37,500 ચોરસ ફૂટનો છે.
ધ્વજ સૌપ્રથમ લેહમાં એક ટેકરીની ટોચ પર લહેરાવાયો હતો
આ ધ્વજ સૌપ્રથમ લેહમાં એક ટેકરીની ટોચ પર મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિરૂપે પ્રદર્શિત થયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવેલા આ ધ્વજને કચ્છના ધોરડોના સફેદરણમાં બાન શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આર્મી, પોલીસ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓને મશીન અને ટૂલ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું
કાર્યક્રમ દરમિયાન ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓને મશીન અને ટૂલ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું, જે સ્થાનિક ઉત્પાદક અને કારીગરો માટે મહત્વપૂર્ણ પુરસ્કારરૂપ રહ્યું.
રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવામાં આવ્યો
પ્રજાસત્તાક પર્વની આ ભવ્ય ઉજવણી દ્વારા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવામાં આવ્યો અને લોકોમાં એકતા અને દેશપ્રેમની ભાવના પ્રસરી હતી.