calendar_todayMay 1, 2026
Kutch : મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું, DRIએ 19.87 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ₹19.87 કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.
બિલ ઓફ એન્ટ્રી વગર ઘુસાડવામાં આવતો હતો જથ્થો
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર 'બિલ ઓફ એન્ટ્રી' રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજોના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ 82,80,000 નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. DRI એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટની શંકા
સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ DRI એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો--- Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી