android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch News: કોઠારા પોલીસની વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી, કરોડોની રોકડ અને દાગીના જપ્ત

calendar_todaySeptember 25, 2026

Kutch News: કોઠારા પોલીસની વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી, કરોડોની રોકડ અને દાગીના જપ્ત

કચ્છ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કોઠારા પોલીસ દ્વારા વ્યાજખોરીના કેસમાં સંડોવાયેલા આરોપીઓના ઠેકાણાઓ પર સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

કરોડોની રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત

પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓ આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરાના ઘરેથી અધધ કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 1 કરોડ 24 લાખની રોકડ રકમ તેમજ અંદાજે રૂપિયા 1 કરોડના કિંમતી સોના-ચાંદીના દાગીના સફળતાપૂર્વક કબજે કર્યા છે.

Kutch News: Kothara Police Raids Loan Sharks, Seizes Crores in Cash and Gold

દસ્તાવેજો અને બેન્ક ચેક્સનો મોટો જથ્થો મળ્યો

આરોપીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી રીતે ચલાવતા તેની પોાલ ખોલતા પોલીસને તપાસમાં વિપુલ પ્રમાણમાં પુરાવા મળ્યા છે. સ્થળ પરથી 72 બેન્કની પાસબુક, 77 બેન્કના ચેક, 74 ચેકબુક અને 35 જેટલા મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ઉપરાંત, અલગ-અલગ પેઢીના 11 સ્ટેમ્પ અને મિલકતની 9 ખાતાવહીઓ પણ પોલીસે કબ્જે કરી છે. પોલીસે આ તમામ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ. 2,25,79,120 નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Kutch News: Kothara Police Raids Loan Sharks, Seizes Crores in Cash and Gold

લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધિરાણ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ પાસે કોઈપણ પ્રકારનું કાયદેસરનું લાયસન્સ ન હોવા છતાં તેઓ જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપતા હતા. બાદમાં પઠાણી ઉઘરાણી કરી ગરીબ કે મજબૂર લોકો પાસેથી તેમની કિંમતી મિલકતો તેમજ સોના-ચાંદીના દાગીના બળજબરીપૂર્વક પડાવી લેતા હતા.

Kutch News: Kothara Police Raids Loan Sharks, Seizes Crores in Cash and Gold

Kutch News: Kothara Police Raids Loan Sharks, Seizes Crores in Cash and Gold

આ પણ વાંચો: Kutchના દરિયાકાંઠે મરીન પોલીસનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ: 'બેબી કા કુવા'થી હિરણા સુધી 5 કિમીથી વધુ ફૂટ પેટ્રોલિંગ