android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch News : આદિપુર પોલીસે આંતરરાજ્ય 'નેપાળી ચોર ગેંગ'નો કર્યો પર્દાફાશ, 2 મહિલાઓ ઝડપાઈ

calendar_todayAugust 14, 2026

Kutch News : આદિપુર પોલીસે આંતરરાજ્ય 'નેપાળી ચોર ગેંગ'નો કર્યો પર્દાફાશ, 2 મહિલાઓ ઝડપાઈ

કચ્છ જિલ્લાના આદિપુર પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ અને એલસીબી (LCB) ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય આંતરરાજ્ય 'નેપાળી ચોર ગેંગ'નો મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલી 2 નેપાળી મહિલાઓની અટકાયત કરી છે. પકડાયેલી મહિલાઓની કડક પૂછપરછ દરમિયાન તેઓએ આદિપુર ઉપરાંત પુણે, થાણે અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં પણ ચોરીની ગંભીર ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.

વિશ્વાસ કેળવી ચોરી કર્યા બાદ ફ્લાઇટમાં ભાગી જવાની મોડસ ઓપરેન્ડી

આ શાતિર ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અનોખી અને હાઈટેક હતી. ગેંગની મહિલાઓ સૌપ્રથમ અમીર પરિવારોમાં ઘરકામની નોકરી મેળવતી હતી. ત્યારબાદ થોડા દિવસોમાં જ ઘરમાલિકોનો પૂર્ણ વિશ્વાસ જીતી લેતી હતી. તક મળતાં જ ઘરમાંથી કિંમતી સામાનની ચોરી કરી ફ્લાઇટ મારફતે અન્ય રાજ્ય કે દેશમાં ભાગી જતી હતી. પોલીસે આ ઝડપાયેલી મહિલાઓ પાસેથી ડાયમંડ રિંગ, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને એકંદર રૂ. 3.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

3 ફરાર પુરુષ આરોપીઓની શોધખોળ તેજ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષ સભ્યો પણ સામેલ છે જેઓ બેકએન્ડથી સમગ્ર ચોરીનું પ્લાનિંગ કરતા હતા. હાલમાં આ ગેંગના અન્ય 3 ફરાર પુરુષ આરોપીઓને ઝડપી પાડવા માટે આદિપુર પોલીસે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ક્રાઇમ અને LCB ની મદદથી ફરાર આરોપીઓના લોકેશન ટ્રેસ કરીને તેમને ટૂંક સમયમાં દબોચી લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : Surat News : ઓલપાડની સોલાર કંપનીમાં રૂ.67.95 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 ઝડપાયા