android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch News: સૃષ્ટી વિરૂદ્ધ કૃત્યના પ્રયાસ કરનાર આરોપીને 20 વર્ષની સજા

calendar_todayJune 4, 2026

Kutch News: સૃષ્ટી વિરૂદ્ધ કૃત્યના પ્રયાસ કરનાર આરોપીને 20 વર્ષની સજા

કચ્છ જિલ્લાના ભુજની સ્પેશિયલ કોર્ટ દ્વારા બાળ સુરક્ષા અને ન્યાય પ્રણાલીને મજબૂત કરતો એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સાડા પાંચ વર્ષના એક માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કરનાર નરાધમ આરોપીને ભુજ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભૂજ કોર્ટના આ કડક વલણથી વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી

ઘટનાની મળતી વિગતો અનુસાર, આ સનસનીખેજ અને કમકમાટીભરી ઘટના વર્ષ 2025માં બની હતી. આ મામલે ભુજ તાલુકાના પ્રાગપર પોલીસ મથકે આરોપી બળદેવપુરી ગુંસાઈ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ સાડા પાંચ વર્ષના નિર્દોષ બાળકને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાગપર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.

આરોપી બળદેવપુરી ગુંસાઈ સામે ગુનો

અદાલતમાં આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ સમગ્ર કેસ દરમિયાન કોર્ટ સમક્ષ 15 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને 12 જેટલા સાક્ષીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સાક્ષીઓ અને પુરાવાના આધારે આરોપી બળદેવપુરી ગુંસાઈ સામે ગુનો સાબિત થયો હતો.

20 વર્ષની સખત કેદની સજા

ભુજ કોર્ટે માસૂમ બાળક પર થયેલા અત્યાચારના આ કેસને ગંભીર ગણીને આરોપીને કોઈ પણ પ્રકારની દયા વગર 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. કાયદાના નિષ્ણાતોના મતે, આવા કડક ચુકાદાઓ સમાજમાં દાખલો બેસાડશે અને બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


આ પણ વાંચો - Rajkot અને Kutchમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ પોલીસ એક્શન, 40થી વધુની અટકાયત