calendar_todayMarch 28, 2026
Kutch News : ભચાઉના રામપર ગામે ટોળાનો આંતક, ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરાતા 32 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો
સરહદી જિલ્લા કચ્છના ભચાઉ તાલુકાના રામપર ગામે હથિયારધારી ટોળાએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને 32 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે 21 આરોપીને રાઉન્ડઅપ કર્યા છે અને ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સમાજના પ્રમુખ પદ માટે ચાલે છે બબાલ
પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ સરપંચ અને સામેના પક્ષ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા વિવાદના કારણે ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હથિયારો સાથે આવેલા ટોળાએ માત્ર ફાયરિંગ જ નહીં, પરંતુ પૂર્વ સરપંચના ઘર અને આસપાસના વિસ્તારમાં જોરદાર પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા વાહનોમાં પણ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હથિયારધારી લોકો આતંક મચાવતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
સામખિયાળી પોલીસે નોંધ્યો ગુનો
ઘટનાની જાણ થતા જ સામખીયાળી પોલીસનો કાફલો રામપર ગામે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી અને ટોળા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.