calendar_todayMarch 7, 2026
Kutch News : કચ્છમાં બાઇક ચોરી કરતો આરોપી ઝડપાયો, અંજાર પોલીસે 7 બાઇક કબજે કરી
કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધતા બાઇક ચોરીના બનાવો વચ્ચે અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. અંજાર પોલીસે બાઇક ચોરીના બનાવોમાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી પાડી કુલ 7 બાઇક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી દીધો છે.
આરોપીને ચોરેલી બાઇક સાથે ઝડપી પાડ્યો
પોલીસને મળેલી માહિતી મુજબ આરોપી જયેશ રમેશ કોળી નલાંબા સમયથી અંજાર તેમજ ગાંધીધામ વિસ્તારમાં બાઇક ચોરીના બનાવોને અંજામ આપતો હતો. પોલીસે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી આરોપીને ચોરેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે કુલ 7 ચોરાયેલી બાઇકો કબજે કરી
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા થયા હતા. પૂછપરછમાં તેણે અંજાર અને ગાંધીધામ વિસ્તારમાંથી અનેક બાઇકો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ માહિતીના આધારે પોલીસે કુલ 7 ચોરાયેલી બાઇકો કબજે કરી છે.
પોલીસને સફળતા
અંજાર પોલીસની ઝડપી કામગીરીના કારણે બાઇક ચોરીના બનાવોમાં સંડોવાયેલો આરોપી ઝડપાઈ જતા સ્થાનિક લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે
આ પણ વાંચો--- Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી