android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch News: આડેસર, રાપર અને ભચાઉમાં ગેરકાયદે ખનન સામે તંત્રની લાલ આંખ, 8 કરોડનો મુદ્દામાલ જપ્ત

calendar_todayOctober 16, 2026

Kutch News: આડેસર, રાપર અને ભચાઉમાં ગેરકાયદે ખનન સામે તંત્રની લાલ આંખ, 8 કરોડનો મુદ્દામાલ જપ્ત

કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે રેતી અને ખનીજના ખનન સામે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરની સૂચનાથી રચાયેલી સંયુક્ત ટીમે આડેસર, લોદ્રાણી સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડીને આશરે રૂ. 8 કરોડનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત ટીમનું સઘન ચેકિંગ

કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલ ભાઈ રાણાવસિયાની સૂચના હેઠળ મદદનીશ કલેક્ટર અભિષેક ટાલે (IAS), ભચાઉ મામલતદાર એમ. કે. રાજપૂત, રાપર મામલતદાર એચ. બી. વાઘેલા અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તારીખ 16/10/2026 ના રોજ હાથ ધરાયેલી આ ઝુંબેશથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Kutch News: Illegal Mining Crackdown: Assets Worth Rs 8 Crore Seized

લોદ્રાણી અને સુરજબારી ખાતેથી વાહનો સીઝ

દરોડા દરમિયાન રાપરના લોદ્રાણી ખાતે 2 એકરમાં ચાલતા ગેરકાયદે ખનન સ્થળેથી 2 હિટાચી અને 3 ટ્રક ઝડપાયા હતા. આ ઉપરાંત રાપરથી 13 ટ્રક, જાટાવાડાથી 1 ટ્રેક્ટર લોડર, સુરજબારી ટોલપ્લાઝાથી રોયલ્ટી વગરની 4 ટ્રક તથા આધોઈ ખાતેથી 1 હિટાચી સીઝ કરવામાં આવ્યું હતું.

Kutch News: Illegal Mining Crackdown: Assets Worth Rs 8 Crore Seized

ઓવરલોડ વાહનો પર 3.60 લાખનો દંડ અને કાનૂની કાર્યવાહી

ચેકિંગ દરમિયાન સુરજબારી પાસે 15 ઓવરલોડ ટ્રકો સામે RTO ટીમને સાથે રાખીને સ્થળ પર જ રૂ. 3,60,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં કુલ રૂ. 8 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી 'ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઇન લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017' મુજબ કાયદેસરની કાર્યવાહી અર્થે વાહનો નજીકના પોલીસ સ્ટેશનને સોંપાયા છે.


આ પણ વાંચો: Kutchમાં વિદેશી દારૂની ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, સામખીયાળી પોલીસે રૂ.15 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત!