android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch News: પોલીસનો ખોફ ઓગળ્યો,  હિસ્ટ્રીશીટર પારસ ગોસ્વામીએ બિયરના ટીન સાથે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, Video થયો વાયરલ

calendar_todayApril 19, 2026

Kutch News: પોલીસનો ખોફ ઓગળ્યો, હિસ્ટ્રીશીટર પારસ ગોસ્વામીએ બિયરના ટીન સાથે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, Video થયો વાયરલ

પશ્ચિમ કચ્છ પોલીસની ધાક ઓછી થઈ હોય તેમ લાગી રહ્યું છે. કચ્છના જાણીતા હિસ્ટ્રીશીટર પારસ ગોસ્વામીનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે, જેમાં તે ખુલ્લેઆમ બિયરના ટીન સાથે કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે.

બિયરના ટીન અને દારૂની મહેફિલ

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી પારસ ગોસ્વામી ટેબલ પર બિયરના ટીન ગોઠવીને અને હાથમાં બિયર રાખીને કેક કટિંગ કરી રહ્યો છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં જ્યાં દારૂબંધીના કડક અમલની વાતો થાય છે, ત્યાં એક રીઢો ગુનેગાર આ પ્રકારે સોશિયલ મીડિયા પર પ્રદર્શન કરે તે પોલીસ તંત્ર માટે પડકારરૂપ છે.

કોણ છે પારસ ગોસ્વામી?

પારસ ગોસ્વામી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ પોલીસ ચોપડે ચડી ચુકેલો હિસ્ટ્રીશીટર છે. તેની વિરુદ્ધ અગાઉ NDPS (નશીલા દ્રવ્યો) ના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સાથે દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનના અનેક કેસો નોંધાયેલા છે.


https://x.com/sandeshnews/status/2045746325694910564


પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

આટલો ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતો શખ્સ જાહેર કે અર્ધ-જાહેર સ્થળે આ રીતે દારૂની મહેફિલ માણી કેવી રીતે શકે? શું તેને પોલીસનો જરા પણ ડર નથી? વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, આ વીડિયોના આધારે પોલીસ આ શખ્સ વિરૂદ્ધ શું કડક પગલાં ભરે છે.


આ પણ વાંચો - Kutch : ભુજના લોડાઈમાં પાણીપુરી ખાધા પછી થયેલી ફૂડ પોઈઝનિંગની ઘટનામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર સર્વે શરુ કરાયો