android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch: ભુજમાં PGVCLની મેગા ડ્રાઈવ, 4.67 કરોડની બાકી ઉઘરાણી મુદ્દે 110 વીજ જોડાણો કાપી નાખ્યા

calendar_todayFebruary 8, 2026

Kutch: ભુજમાં PGVCLની મેગા ડ્રાઈવ, 4.67 કરોડની બાકી ઉઘરાણી મુદ્દે 110 વીજ જોડાણો કાપી નાખ્યા

કચ્છના ભુજ સર્કલમાં વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે પીજીવીસીએલ તંત્રએ રણશિંગુ ફૂંક્યું છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરતા તંત્રએ 'મેગા ડિસકનેક્શન ડ્રાઈવ' શરૂ કરી છે, જેના કારણે બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ભુજ સીટી-1માં કરોડોનું લેણું

પીજીવીસીએલના સત્તાવાર આંકડાઓ મુજબ, માત્ર ભુજ સીટી-1 વિસ્તારમાં જ ગ્રાહકો પાસે કુલ ₹4.67 કરોડ જેટલી માતબર રકમનું વીજ બિલ લેણું બાકી નીકળે છે. વારંવારની સૂચના અને નોટિસ આપવા છતાં રકમ જમા ન કરાવતા આખરે તંત્રએ કડક પાવર કટની કામગીરી હાથ ધરી છે.

ઝુંબેશની મુખ્ય વિગતો

ભુજ સર્કલની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં 110 જેટલા વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા છે.આ ઝુંબેશમાં રહેણાંક મકાનોની સાથે સાથે વ્યાપારી એકમોને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમની પાસે મોટી રકમના બિલ બાકી છે.પીજીવીસીએલની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જઈને બાકીદારોના કનેક્શન કાપવાની કામગીરી પોલીસ બંદોબસ્ત અથવા સુરક્ષા તકેદારી સાથે કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gandhinagar: બ્રહ્મસમાજ હવે પોતાનું ‘સામાજિક બંધારણ’ ઘડશે, લગ્નમાં ખોટા ખર્ચ અને સરકારી નીતિઓ સામે લડતનું એલાન