android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch: PGVCLની મેગા ડ્રાઇવના પ્રથમ દિવસે જ રેકોર્ડબ્રેક 6.40 કરોડની વસૂલાત

calendar_todayFebruary 26, 2026

Kutch: PGVCLની મેગા ડ્રાઇવના પ્રથમ દિવસે જ રેકોર્ડબ્રેક 6.40 કરોડની વસૂલાત

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા કચ્છ જિલ્લામાં બાકી વીજ લેણાંની વસૂલાત માટે અત્યાર સુધીની સૌથી મોટી 'મેગા ડ્રાઇવ' શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના પ્રથમ દિવસે જ કંપનીએ રેકોર્ડબ્રેક 6.40 કરોડ રૂપિયાની વસૂલાત કરીને બાકીદારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

350થી વધુ ટીમો મેદાનમાં

PGVCLના મેનેજમેન્ટ દ્વારા આ કામગીરીને વેગ આપવા માટે ખાસ 350થી વધુ સર્વેલન્સ અને રિકવરી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ જિલ્લાના ખૂણેખૂણામાં ફરીને બાકી બિલ ધરાવતા ગ્રાહકો પાસેથી વસૂલાતની કામગીરી હાથ ધરી છે.વસૂલાતની વિગતો જોતા પૂર્વ અને પશ્ચિમ કચ્છ બંનેમાં સમાંતર કામગીરી જોવા મળી છે. પૂર્વ કચ્છ ₹3.10 કરોડની વસૂલાત. પશ્ચિમ કચ્છ ₹3.30 કરોડની વસૂલાત.

ડિસકનેક્શન ડ્રાઇવ અને અપીલ

PGVCL એ સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકો લાંબા સમયથી વીજ બિલ ભરપાઈ નથી કરી રહ્યા, તેમના વીજ જોડાણો કાપી નાખવામાં આવશે. બીજા દિવસે પણ ડિસકનેક્શનની કામગીરી પૂરજોશમાં યથાવત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ વીજ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે કાયદેસરની કાર્યવાહી કે જોડાણ કપાવાની સ્થિતિ ટાળવા માટે તાત્કાલિક ધોરણે બાકી લેણાં ભરપાઈ કરી દેવા.

આ પણ વાંચો: Rajkot: મનમંદિર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ, ગૂંગળામણને કારણે બે વ્યક્તિના જીવ ગયા