android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutchમાં એક દાયકા બાદ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' ઘોરાડના બચ્ચાનો જન્મ થયો, જુઓ Video

calendar_todayMarch 29, 2026

Kutchમાં એક દાયકા બાદ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' ઘોરાડના બચ્ચાનો જન્મ થયો, જુઓ Video

કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું.

વાઇલ્ડ લાઇફ ડિવિઝનના અધિકારીઓની કામગીરીની પ્રશંસા

વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે,ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી છે.આ સિદ્ધિ બદલ વાઇલ્ડ લાઇફ ડિવિઝનના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરીને આ અભિયાનને‌‌ સફળ બનાવવા સૌને અભિનંદન આપ્યા હતા.

અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે

આ સફળતા બદલ કેન્દ્રીય વન- પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય,ગુજરાત, રાજસ્થાન અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોને બિરદાવીને એક્સ પર માહિતી આપીને અભિનંદન પાઠવ્યા હતા.વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો જણાવ્યું હતું કે,આ સફળતા પાછળ 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' (Jumpstart Approach) નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Sanand News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે