android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Lakhtar: નગરમાં માનવસેવા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાશન કીટનું વિતરણ

calendar_todayAugust 30, 2026

Lakhtar: નગરમાં માનવસેવા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાશન કીટનું વિતરણ

લખતરની જુગતરામ દવે શાળા નંબર 2 ખાતે નયન જ્યોત વિકાસ મંડળ તથા નવયુગ યુવા વિકાસ મંડળ દ્વારા સંચાલિત માનવસેવા મંદિર દ્વારા તા. 30મીને રવિવારે લખતર તાલુકાના ગંગાસ્વરૂપા બહેનો તથા જરૂરિયાતમંદ અન્ય બહેનોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સાતમો રાશનકીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદોને કુલ 80 રાશનની કીટ એક મહિનો ચાલે તેવી રાસનકીટ આપવામાં આવેલ હતી. કાર્યક્રમનું નંદુબેન વાઘેલા ICDS પૂર્વ ચેરમેન, મહાવીરસિંહ રાણા-માજી સરપંચ, સદાદ તેમજ માનવ સેવા મંદિરના સંચાલક રણછોડભાઈ ચૌહાણ તેમજ મુકેશભાઈ ટુંડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કીટ વિતરણ કાર્યક્રમ સંસ્થાના રણછોડભાઈ ચૌહાણ, મુકેશભાઈ ટુડીયા દ્રારા કરાયુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો