android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Lakhtar: લખતરમાં સામાન્ય બાબતમાં યુવાનને 3 શખ્સોએ લોંખડના પાઈપ ઝીંકયા

calendar_todayMay 1, 2026

Lakhtar: લખતરમાં સામાન્ય બાબતમાં યુવાનને 3 શખ્સોએ લોંખડના પાઈપ ઝીંકયા

લખતરમાં મજુરી કામ કરતો યુવાન તા. 28મીએ રાત્રે ઢવાણીયા દાદાના મંદિરના ઓટલે બેઠા હતા. ત્યારે ત્રણ શખ્સોએ આવી નજીવી બાબતે પાઈપ વડે માર માર્યાની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. લખતરની સહયોગ સ્કુલ પાસે રહેતા 24 વર્ષીય અતુલભાઈ રામજીભાઈ વાઘેલા મજુરી કામ કરે છે. તા. 28-4ના રોજ રાત્રે તેઓ ગામના ઢવાણીયા દાદાના મંદિરના ઓટે બેઠા હતા. આ સમયે આ જ વિસ્તારમાં રહેતા ચેતન ધનાભાઈ બારોટ, નરેન્દ્ર નાનજીભાઈ સોલંકી અને જયંતી નાનજીભાઈ સોલંકી ત્યાં આવ્યા હતા. અને ત્રણેયે અતુલભાઈને તું કેમ હમણા મયુર પ્રવીણભાઈ સોલંકી સાથે ઉભો હતો, તેની સાથે અમારે વાંધો છે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જેમાં અતુલભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ લોખંડના પાઈપ વડે અતુલભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં અતુલભાઈને પ્રથમ લખતર અને બાદમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે તા.29ના રોજ સાંજે લખતર પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.ડી.પઢારીયા ચલાવી રહ્યા છે. આ મારામારી કેસના 3 આરોપીઓમાંથી ચેતન બારોટ અને નરેન્દ્ર સોલંકી રીઢા આરોપી છે. વર્ષ 2024ના ઓકટોબર માસમાં બન્નેએ લખતરના અમીત સોલંકીનું કારમાં અપહરણ કર્યુ હતુ. અને નર્મદા કેનાલ પાસે લઈ જઈ બન્નેએ અમીત પર ધારીયા વડે હુમલો કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો