android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Lakhtar: રેલવે સ્ટેશનનો રૂ. 3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ

calendar_todayJanuary 28, 2026

Lakhtar: રેલવે સ્ટેશનનો રૂ. 3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ

પૃીમ રેલવેના રાજકોટ ડીવીઝન હેઠળ આવતા લખતર રેલવે સ્ટેશનનો અમૃત ભારત યોજના હેઠળ રૂપીયા 3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ પુર્ણતાના આરે છે. સ્ટેશનની નવી બીલ્ડીંગ, વેઈટીંગ રૂમ, વિશાળ પ્લેટફોર્મ મુસાફરોને સુખદ અને સુરક્ષીત અનુભવ કરાવશે.

કેન્દ્ર સરકાર દ્વારા વીવીધ રેલવે સ્ટેશનોનો અમૃત ભારત યોજનામાં સમાવેશ કરી તેનો વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં પૃીમ રેલવેના રાજકોટ ડીવીઝન હેઠળ આવતા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો હતો. ત્યારે રૂપીયા 3.98 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનની કાયા કલ્પ કરવાનું કામ હાલ પુર્ણાના આરે છે. રેલવે સ્ટેશનનો વિકાસ થતા મુસાફરોને સુખદ અને સુરક્ષીત અનુભવ થશે. આ અંગે રાજકોટ ડીવીઝનલ મેનેજર ગીરીરાજકુમાર મીનાએ જણાવ્યુ કે, લખતર રેલવે સ્ટેશન અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે મહત્વનું રેલવે સ્ટેશન છે. અમૃત ભારત યોજનામાં સમાવેશ કર્યા બાદ લખતર રેલવે સ્ટેશને 3125 ચોરસ ફુટમાં વિશાલ બીલ્ડીંગ અને 24 ફુટ પહોળો પ્રવેશદ્વાર બનાવાયો છે. જયારે 1220 ચોરસફુટમાં આધુનીક એસી અને સામાન્ય પ્રતીક્ષાલય સાથે એક વીઆઈપી રૂમ પણ બનાવાયો છે. આ ઉપરાંત પ્લેટફોર્મ નં. 1 અને 2 ઉપર 12 હજાર ચોરસફુટના શેડથી મુસાફરોને તડકા અને વરસાદમાં રાહત રહેશે. સ્ટેશન પરીસરમાં 1 હજાર ચોરસ ફુટનો ગ્રીન પેચ મુસાફરોને તાજગીનો અનુભવ કરાવશે. જયારે દિવ્યાંગજન માટે હેન્ડ રેલ, પાર્કીંગ સ્લોટ, રેમ્પની સુવિધા સુનિશ્ચિત કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો