android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Lakhtar: લખતર તાલુકાના મોઢવાણા ગામ પાસે કાર પલટી જતા દંપતી સહિત 4ને સામાન્ય ઈજા

calendar_todayJuly 19, 2026

Lakhtar: લખતર તાલુકાના મોઢવાણા ગામ પાસે કાર પલટી જતા દંપતી સહિત 4ને સામાન્ય ઈજા

લખતર : સુરેન્દ્રનગર - માલવણ હાઇવે પર લખતર તાલુકાના મોઢવાણા ગામ પાસેમાં કાર રોડ સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સણુંથલા ગામના જગતસિંહ પૃથ્વીસિંહ ઝાલા તેમજ તેમના પરિવારજનો દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરીને પરત પોતાના ગામ તરફ્ જઈ રહ્યા હતા. તે સમયે મોઢવાણા નજીક વળાંક માં અચાનક જ ટ્રક રોંગ સાઈડ આવતા જગતસિંહ અકસ્માત ના થાય તે માટે બચાવવા જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને કાર રોડ સાઈડના ખાડામાં ઉતરીને પલટી મારી ગઈ હતી. સદ્દનસીબે અકસ્માત સમયે કારમાં સવાર બે બાળકો અને પતિ-પત્નીને સામાન્ય ઈજા પહોંચવાની સાથે આબાદ બચાવ થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો