android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Langur Viral Video : મોબાઈલની દુકાનમાં ઘૂસેલા કપિરાજે યુવકને ભેટીને સૌને ચોંકાવ્યા, ભાવુક કરતા દૃશ્યોનો વીડિયો થયો વાયરલ!

calendar_todayOctober 25, 2026

Langur Viral Video : મોબાઈલની દુકાનમાં ઘૂસેલા કપિરાજે યુવકને ભેટીને સૌને ચોંકાવ્યા, ભાવુક કરતા દૃશ્યોનો વીડિયો થયો વાયરલ!

સોશિયલ મીડિયા પર દરરોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે સીધી હૃદયને સ્પર્શી જાય છે. હાલમાં ઇન્ટરનેટ પર એક કપિરાજનો એવો અનોખો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેણે પશુ-પ્રેમીઓ સહિત લાખો યુઝર્સને ભાવુક કરી દીધા છે. એક વ્યસ્ત મોબાઈલ રિપેરિંગની દુકાનમાં અચાનક એન્ટ્રી કરીને આ કપિરાજે દુકાનદાર પ્રત્યે જે અદભુત પ્રેમ વહાવ્યો, તે દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

મોબાઇલની દુકાનમાં અચાનક ઘૂસ્યો કપિરાજ

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં જોવા મળે છે કે મોબાઇલની દુકાનમાં બે યુવકો હાજર છે. એક યુવક કાઉન્ટર પર ખુરશીમાં બેસીને કામ કરી રહ્યો છે, જ્યારે બીજો તેની નજીક ઊભો છે. આ દરમિયાન એક મોટો કપિરાજ અચાનક કાઉન્ટર પરથી દુકાનમાં પ્રવેશે છે. કપિરાજને જોઈને ઊભેલો યુવક ગભરાઈને દુકાનની બહાર ભાગી જાય છે. જોકે ખુરશીમાં બેઠેલા યુવકને શરૂઆતમાં કપિરાજના આગમનનો ખ્યાલ પણ આવતો નથી.

યુવકના ખોળામાં બેસીને ગળે લાગ્યો

ત્યારબાદ કપિરાજ ખુરશીમાં બેઠેલા યુવકની નજીક પહોંચે છે અને સીધો તેના ખોળામાં બેસી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે કપિરાજ યુવકના ગળામાં પોતાના બંને હાથ નાખીને તેને ભેટી પડે છે. આ દરમિયાન યુવક ગભરાયા વિના શાંતિથી બેઠો રહે છે. કપિરાજ પણ કોઈ નુકસાન પહોંચાડ્યા વિના થોડીવાર સુધી યુવકને વળગી રહે છે. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સોશિયલ મીડિયા પર લોકોએ આપી પ્રતિક્રિયા

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે કપિરાજના વર્તનને લાગણીસભર ગણાવ્યું છે, જ્યારે અન્ય લોકોએ યુવકની શાંત પ્રતિક્રિયાની પ્રશંસા કરી છે. જોકે કેટલાક યુઝર્સે જંગલી પ્રાણીઓથી સાવચેત રહેવાની સલાહ પણ આપી છે. આ વીડિયો ક્યાંનો છે અને કપિરાજ યુવકને અગાઉથી ઓળખતો હતો કે નહીં, તેની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો - India Pakistan News: પાકિસ્તાનમાં હિન્દુ દીકરીઓ પર અત્યાચાર સામે ભારતે UNમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું