android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Limbdi: લીંબડીમાં ટ્રાન્સપોર્ટના પાર્સલની ઓફીસમાંથી 1.80 લાખ રોકડાની ચોરી કરનાર ઝડપાયો

calendar_todayMarch 31, 2026

Limbdi: લીંબડીમાં ટ્રાન્સપોર્ટના પાર્સલની ઓફીસમાંથી 1.80 લાખ રોકડાની ચોરી કરનાર ઝડપાયો

સુરેન્દ્રનગર : લીંબડીના મોટાવાસ પાછળ આવેલ વાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય ગગનભાઈ ગુણવંતભાઈ પરમાર ટ્રાન્સપોર્ટના પાર્સલનો ધંધો કરે છે. તેઓની લીંબડીના આઝાદ ચોકમાં ઓફીસ આવેલી છે. તા. 25 માર્ચની રાતથી તા. 26 માર્ચની સવાર સુધીમાં કોઈ અજાણ્યા શખ્સોએ દુકાનના તાળા તોડી સામાન વેરવીખેર કરી ઓફીસમાંથી રૂપીયા 1.80 લાખ રોકડાની ચોરી કરી હતી. આ અંગે લીંબડી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં લીંબડી પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીને અંજામ આપનાર લીંબડીના નાનાવાસમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા 26 વર્ષીય હિતેશ કલ્યાણભાઈ મકવાણાને રૂપીયા 46,900 રોકડા અને રૂપીયા 5 હજારના મોબાઈલ સહિત રૂપીયા 51,900ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam