android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Limbdi: લીંબડી ગ્રામ્યમાં સોલાર પ્લેટ ચોરીમાં 3 શખ્સો પકડાયા

calendar_todayMarch 30, 2026

Limbdi: લીંબડી ગ્રામ્યમાં સોલાર પ્લેટ ચોરીમાં 3 શખ્સો પકડાયા

સુરેન્દ્રનગર : લીંબડીના કટારીયા સીમમાં સોલાર પ્લાન્ટનું કામ નિર્માણાધીન છે. જેનો સિકયોરીટીનો કોન્ટ્રાકટ સિવાય સીકયોરીટી કંપનીને મળ્યો છે. જેમાં મેનેજર તરીકે લીંબડીના રામકૃષ્ણનગરમાં રહેતા હરદીપસિંહ વનરાજસિંહ રાણા ફરજ બજાવે છે. તાજેતરમાં કોઈ શખ્સો 4પ સોલાર પ્લેટ કિંમત રૂ. 4.05 લાખની ચોરી કરી લઈ ગયા હતા.

આ અંગે હરદીપસિંહે પાણશીણા પોલીસ મથકે તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલસીબી ટીમે ચોરીને અંજામ આપનાર કટારીયાના સહદેવ ઉર્ફે ભુરો દીલીપભાઈ પરનાળીયા, દેવરાજ ઉર્ફે બહાદુર ધનજીભાઈ પરનાળીયા અને કીશોર ઉર્ફે કાનો પ્રતાપભાઈ બારડને ઝડપી લીધા છે. આ શખ્સો પાસેથી ચોરીની 24 સોલાર પ્લેટ કિંમત રૂ. 2.16 લાખની કબજે કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam