calendar_todayJanuary 30, 2026
ભારતીય રેલની પ્રથમ LNG ટ્રેનનું સફળ સંચાલન, જુઓ Photos
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે તારીખ 30 જાન્યુઆરીના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD), સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)–ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં આ નવીન પહેલ અંગે વિગતવાર માહિતી આપી હતી.