android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Local Body Election 2026: શિનોર તાલુકા પંચાયતમાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ, 16માંથી 15 બેઠકો પર રસાકસી, 1 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા!

calendar_todayApril 15, 2026

Local Body Election 2026: શિનોર તાલુકા પંચાયતમાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ, 16માંથી 15 બેઠકો પર રસાકસી, 1 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા!

વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ ચૂંટણી જંગનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. શિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 15 બેઠકો પર હવે મતદાન યોજાશે, જ્યારે એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

ભાજપનો એક બેઠક પર બિનહરીફ વિજય

શિનોર-1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર નામંજૂર થતા ભાજપના ઉમેદવાર મતદાન પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઉપરાંત, પુનિયાદ બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચીને કેસરિયો ધારણ કર્યો હતો. હવે પુનિયાદ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જામશે.

બેઠકોનું જ્ઞાતિ અને પક્ષીય ગણિત

  • સીધી લડત: તાલુકા પંચાયતની 9 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો ખેલાશે.
  • ત્રિપાંખિયો જંગ: 4 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. જ્યારે સાધલી-2 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળશે.
  • જિલ્લા પંચાયત: શિનોર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે, જ્યારે સાધલી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.

ફોર્મ પરત ખેંચવાની હલચલ

આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સાધલી જિલ્લા પંચાયતની બેઠક પરથી આપના ઉમેદવારે, જ્યારે તાલુકા પંચાયતની આનંદી અને પુનિયાદ બેઠક પરથી અનુક્રમે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આ હલચલને પગલે શિનોર પંથકમાં રાજકીય તાપમાન વધી ગયું છે.


આ પણ વાંચો - Local Body Election 2026: જોડીયાની પીઠડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ બિનહરીફ, કોંગ્રેસ અને AAPએ ફોર્મ ખેંચતા રાજકીય ગરમાવો!