android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Local Body Elections 2026: ચૂંટણી પહેલા રાજકોટ પોલીસનું 'મેગા ઓપરેશન', 15 રીઢા ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, 8 ચેક પોસ્ટ પર કડક નાકાબંધી

calendar_todayApril 19, 2026

Local Body Elections 2026: ચૂંટણી પહેલા રાજકોટ પોલીસનું 'મેગા ઓપરેશન', 15 રીઢા ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, 8 ચેક પોસ્ટ પર કડક નાકાબંધી

રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ આ અંગે પોલીસની રણનીતિ સ્પષ્ટ કરતા નિવેદન આપ્યું છે.

બુટલેગરો અને હિસ્ટ્રીશીટરો પર તરાપ

ચૂંટણી દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે રાજકોટ પોલીસે ગુનેગારોની યાદી તૈયાર કરી છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ભય ફેલાવતા 15 થી વધુ હિસ્ટ્રીશીટરો વિરૂદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ વધુ અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.

8 થી વધુ ચેક પોસ્ટ અને રાત્રિ પેટ્રોલિંગ

ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પ્રવેશદ્વારો અને મહત્વના પોઈન્ટ્સ પર 8 થી વધુ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. અહીં રાત્રિના સમયે દરેક વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે, જેથી ગેરકાયદેસર નાણાં, દારૂ કે હથિયારોની હેરાફેરી રોકી શકાય.

સંવેદનશીલ બૂથ પર વિશેષ નજર

રાજકોટના જે વિસ્તારોમાં અગાઉ ઘર્ષણ થયું હોય અથવા જે બૂથ 'સંવેદનશીલ' જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં પોલીસ દ્વારા અત્યારથી જ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિકતા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. શંકાસ્પદ હલચલ પર નજર રાખવા માટે ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: હું ધારાસભ્ય છું, બેસી જા! – સવાલ પૂછનારા મતદાર પર ભડક્યા સંખેડાના MLA