android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Local Body Elections 2026 : ચૂંટણી પહેલા સુરત AAPમાં મોટો ભડાકો, કાળુ વઘાસિયા પર મહિલાના અત્યાચારના આક્ષેપ

calendar_todayApril 25, 2026

Local Body Elections 2026 : ચૂંટણી પહેલા સુરત AAPમાં મોટો ભડાકો, કાળુ વઘાસિયા પર મહિલાના અત્યાચારના આક્ષેપ

સુરતમાં મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત આમ આદમી પાર્ટીના નેતા કાળુ વઘાસિયા વિવાદોના ઘેરામાં આવ્યા છે. એક પીડિત મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કાળુ વઘાસિયા પર ગંભીર અત્યાચારના આક્ષેપો કર્યા છે.

"હું પાટીદાર સમાજની દીકરી છું, સાથ આપો"

વાયરલ વીડિયોમાં પીડિત મહિલાએ ભાવુક થઈને જણાવ્યું છે કે, હું પણ પાટીદાર સમાજની દીકરી છું અને કાળુ વઘાસિયાએ મારા પર પારાવાર અત્યાચાર કર્યો છે. મહિલાએ વીડિયોમાં પાટીદાર સમાજ પાસે ન્યાયની અપીલ કરતા મદદ માંગી છે.

આગોતરા જામીન માટે આપના વકીલની મદદનો આરોપ

મહિલાએ વીડિયોમાં વધુ એક ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, જો કાળુ વઘાસિયા આમ આદમી પાર્ટીનો માણસ નથી, તો તેને આગોતરા જામીન અપાવવા માટે આમ આદમી પાર્ટીના વકીલને કેમ હાયર કરવામાં આવ્યા છે? આ સવાલને પગલે આમ આદમી પાર્ટીની કથની અને કરણી વચ્ચેનો તફાવત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 


આ પણ વાંચો---      Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!