calendar_todayFebruary 3, 2026
Loksabha Today: સ્પીકર પર પેપર ફેંકનારા 7 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ, લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
કિરણ રિજિજૂએ જણાવ્યુ કે વિપક્ષી સાંસદોએ ટેબલ પર પેપર ફેંક્યા. લોકસભામાં હોબાળો કરનાર વિપક્ષી7 સાંસદને સસ્પેન્ડ કરી દેવાયા છે. આસન પર પેપર ઉછાલવાને લઇને સાંસદને સસ્પેન્ડ કરી દીધા છે. પરિણામે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હિબી ઇડન, એ વેંક્ટેશ, કિરણ રેડ્ડી, વેંકટ રમણ, રાજા વડિંગ, મણિકમ ટેગૌર સહિત 7 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે.