android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Maharashtra : નાગપુરમાં વિજયાદશમી પર સંઘનો ભવ્ય કાર્યક્રમ, વર્ચસ્વની લડાઇથી વિનાશ થઇ રહ્યો છે: ભાગવત

calendar_todayOctober 20, 2026

Maharashtra : નાગપુરમાં વિજયાદશમી પર સંઘનો ભવ્ય કાર્યક્રમ, વર્ચસ્વની લડાઇથી વિનાશ થઇ રહ્યો છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં શસ્ત્રપૂજન કર્યું હતું. સંઘમાં દશેરાના અવસરે શસ્ત્રપૂજન કરવાની પરંપરા રહી છે. આ જ પરંપરા અનુસાર આજે નાગપુરમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

દશેરાના પવિત્ર અવસરે RSS દેશભરમાં પથસંચલનના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. આ પરંપરા સંઘની મજબૂતી અને સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. સંઘની સ્થાપનાના સમયથી જ આ પરંપરા ચાલી આવે છે.

=" target="_blank">

=

શસ્ત્રપૂજન પહેલાં મોહન ભાગવતે સ્મૃતિ મંદિર ખાતે સંઘના સ્થાપક ડૉ. કેશવ બળિરામ હેડગેવારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1925માં દશેરાના દિવસે જ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ડૉ. કેશવ બળિરામ હેડગેવારે સંઘની સ્થાપના કરી હતી. દશેરાના અવસરે RSS દેશભરમાં પથસંચલનના કાર્યક્રમો યોજે છે, જે સંઘની સ્થાપનાથી ચાલી આવતી પરંપરાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

ભારતને એકજૂથ કરવા અને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો 

RSSના વિજયાદશમી ઉત્સવ દરમિયાન સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, “સંઘ છેલ્લા 100 વર્ષથી જે કાર્ય કરી રહ્યો છે, તે ‘સ્વ’ની ભાવનાને જાગૃત કરવાનું કાર્ય છે. આ ‘સ્વ’ના મૂલ્યોના આધારે ભારતને એકજૂથ કરવા અને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

‘સ્વબોધ’ની ભાવના બંધારણની પ્રસ્તાવનામાં પણ પ્રતિબિંબિત થાય

‘સ્વબોધ’ની ભાવના બંધારણની પ્રસ્તાવનામાં પણ પ્રતિબિંબિત થાય છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘અમે, ભારતના લોકો’. આ ‘અમે’ અને ‘સ્વ’ની ભાવના આપણું ભાવનાત્મક જોડાણ છે. આ જ ભાવનાના કારણે આટલા વૈવિધ્યસભર દેશ હોવા છતાં પ્રાચીન કાળથી ભારત એક દેશ, એક સમાજ અને એક રાષ્ટ્ર રહ્યું છે.

આપણે વિભાજિત થયા અને નબળા પડ્યા

જ્યારે આપણે આ ભાવનાને ભૂલી ગયા, ત્યારે આપણુ પતન થયુ. આપણે વિભાજિત થયા અને નબળા પડ્યા. આપણી સ્થિતિ એટલી કથળી ગઈ કે આપણે સેંકડો વર્ષો સુધી ગુલામી સહન કરવી પડી.”