calendar_todayMarch 26, 2026
Maharashtra : અશોક ખરાત કેસમાં મોટો ખુલાસો, સરકારે આપ્યા હતા 1 કરોડ રૂપિયા
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક મોટો કેસ સામે આવ્યો છે, જ્યાં ધરપકડ કરેલા અશોક ખારત સાથે જોડાયેલા એક મંદિરને વર્ષ 2018માં રાજ્ય સરકાર તરફથી 1 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ મળ્યું હતું. આ જાણકારી સત્તાવાર દસ્તાવેજોના આધાર પર સામે આવી છે. મહારાષ્ટ્ર સરકારે 31 માર્ચ 2018એ ક્ષેત્રીય પર્યટન વિકાસ યોજના હેઠળ આ મંદિરના વિકાસ માટે 1.05 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. તે સમયે પર્યટન અને સાંસ્કૃતિક કાર્ય વિભાગની જવાબદારી ભાજપ નેતા જયકુમાર રાવલની પાસે હતી.
સરકારે ઘણા કામોને મંજૂરી આપી હતી
આ મંદિર નાસિક જિલ્લાના સિન્નર વિસ્તારમાં સ્થિત શ્રી ઈશાન્યેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ સાથે જોડાયેલી છે. જેની જવાબદારી અશોક ખરાત સંભાળતા હતા. આ મંદિર પરિસરના વિકાસ માટે સરકારે ઘણા કામોને મંજૂરી આપી હતી, જેમાં હોલનું નિર્માણ, પરિસરમાં પેવિંગ બ્લોક લગાવવા, શૌચાલય, ચેન્જિંગ રૂમ, પાર્કિગ સુવિધા, શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા, ગાર્ડન અને વીજળી વ્યવસ્થા સામેલ હતા.
સરકારી દસ્તાવેજો મુજબ કૂલ રકમમાંથી 2017-18 નાણાકીય વર્ષમાં 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ફંડ સાર્વજનિક નિર્માણ વિભાગ દ્વારા ખર્ચ કરવામાં આવ્યું. નાસિક જિલ્લામાં આ યોજના હેઠળ સામેલ 4 પ્રોજેક્ટસમાં આ મંદિરને સૌથી વધારે ફંડ મળ્યું હતું. એ પણ જણાવવામાં આવ્યું કે તે સમયે અશોક ખરાતની વિરૂદ્ધ કોઈ આરોપ સામે આવ્યા નહતા, તેથી આ ફંડ સામાન્ય પ્રક્રિયા હેઠળ મંજૂર કરવામાં આવ્યું હતું.
અશોક ખરાત સાથે જોડાયેલા લગભગ 100 વાંધાજનક વીડિયો મળ્યા
આ મંજૂરી એક મોટા નિર્ણયનો ભાગ હતી, જેમાં રાજ્ય સરકારે અલગ અલગ જિલ્લામાં ધાર્મિક સ્થળો અને પર્યટન સુવિધાઓના વિકાસ માટે લગભગ 112 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપી હતી, જેમાં લગભગ 17 કરોડ રૂપિયા અલગ અલગ એજન્સીઓ જેમ કે, PWD, નગર નિગમ અને જિલ્લા પરિષદોને આપવા માટે નક્કી કરવામાં આવ્યા હતા.
તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, SITને અશોક ખરાત સાથે જોડાયેલા લગભગ 100 વાંધાજનક વીડિયો મળ્યા છે. આ સિવાય તેમની પાસે લગભગ 1500 કરોડ રૂપિયાની સંપતિ હોવાની વાત પણ સામે આવી છે. હવે આ મામલે ઈન્કમટેક્સ વિભાગ પણ સક્રિય થઈ ગયું છે અને ખરાત તથા તેમની સાથે જોડાયેલા લોકોની સંપતિ અને નાણાકીય લેણદેણની તપાસ કરી રહી છે. ત્યારે સાયબર પોલીસ આ વાંધાજનક વીડિયોની તપાસ કરી રહી છે, જેથી જાણી શકાય કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : CM Yogi: રાષ્ટ્રીય હિતમાં સરકાર પગલુ ભરે તો આપણે..તેલ અને ગેસ અછતની અફવા અંગે સીએમ યોગીનું નિવેદન