android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Maharashtra : પાલઘરમાં શેરમાર્કેટમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ, 14 રોકાણકાર સાથે 2.39 કરોડની છેતરપિંડી

calendar_todayJanuary 7, 2026

Maharashtra : પાલઘરમાં શેરમાર્કેટમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ, 14 રોકાણકાર સાથે 2.39 કરોડની છેતરપિંડી

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શેરમાર્કેટમાં રોકાણના નામે ઠગાઈ કરવાનો એક કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ રોકાણકારોને તગડો નફો કમાવવાની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ પોતાને શેર બજારનો જાણકાર જણાવીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો.

લોકોની મહેનતની કમાણી ગઈ

રોકાણકારોને ઓછા સમયમાં વધારે રિટર્ન મળવાની લાલચ આપી, આ વિશ્વાસમાં આવીને ઘણા લોકોએ પોતાની મહેનતની કમાણી આ વ્યક્તિને આપી દીધી પણ થોડા સમય બાદ જ્યારે હકીકત સામે આવવા લાગી, જ્યારે રિટર્ન ના મળ્યું તો રોકાણકારોને ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો. પોલીસે આરોપીની ઓળખ 36 વર્ષીય રોશન ચંદનલાલ જૈન તરીકે કરી છે. રોશને બોઈસર વિસ્તારમાં સ્થિત પોતાની એક કંપની દ્વારા રોકાણનું જાળ ફેલાવી અને તે પોતાને પ્રોફેશનલ રોકાણ સલાહકાર જણાવતો હતો. રોકાણકારોને કહેવામાં આવ્યું કે તેમના પૈસા શેર માર્કેટમાં લગાવવામાં આવશે. કંપનીનું નામ અને ઓફિસના કારણે લોકોને વિશ્વાસ આવ્યો અને આ વિશ્વાસનો ફાયદો ઉઠાવીને આરોપીએ મોટી રકમ એકત્ર કરી લીધી.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ છેતરપિંડી વર્ષ 2022થી સતત ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીએ 14 રોકાણકારોને લગભગ 2.39 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. શરૂઆતમાં આરોપી સતત સંપર્કમાં રહ્યો અને રોકાણકારોને વિશ્વાસમાં રાખતો રહ્યો પણ ધીરે-ધીરે તેને રિટર્ન આપવાનું બંધ કરી દીધું. ત્યારબાદ કોઈ રિટર્ન કે મુડી પરત ના કરવામાં આવતા એક રોકાણકારે પોલીસ ફરિયાદ કરી અને ત્યારબાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી. ફરિયાદના આધારે આરોપીની વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી. પોલીસે દસ્તાવેજ અને લેણદેણની જાણકારી લીધી અને તપાસમાં આરોપ સાચો સાબિત થયા બાદ આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસનું કહેવું છે કે આરોપીએ કોઈ પણ રોકાણકારને એક પણ રૂપિયો રિટર્ન આપ્યું નથી.

આર્થિક ગુના શાખા પણ તપાસમાં લાગી

આ કેસની ગંભરીતાને જોતા આર્થિક ગુના શાખા પણ તપાસમાં લાગી છે અને એ પ્રયત્ન કરી રહી છે કે આરોપીએ કયા કયા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. એ પણ તપાસ થશે કે ક્યાંક વધુ રોકાણકારો સાથે પણ ઠગાઈ થઈ નથીને. પોલીસ અન્ય પીડિતોને પણ સામે આવવાની અપીલ કરી રહી છે. હાલમાં આરોપી જેલના સળીયા પાછળ છે અને તપાસ ચાલી રહી છે.   

આ પણ વાંચો: World News : વિશ્વમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના PM નેતન્યાહૂને કર્યો ફોન, જાણો કારણ