android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Maharashtra:અમરાવતી જિલ્લામાં ન્હાવા પડેલા બે સગા ભાઈ-બહેન સહિત 4 બાળકોના ડૂબી જવાથી કરુણ મોત!

calendar_todayMay 10, 2026

Maharashtra:અમરાવતી જિલ્લામાં ન્હાવા પડેલા બે સગા ભાઈ-બહેન સહિત 4 બાળકોના ડૂબી જવાથી કરુણ મોત!

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના ઘાટખેડા તળાવમાં ન્હાવા ગયેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ કરૂણ દુર્ઘટનામાં બે સગા ભાઈ-બહેનનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે.

રમતા-રમતા તળાવે પહોંચ્યા

મળતી માહિતી મુજબ, ખોલાપુરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી એવા ચાર બાળકો રવિવારે ઘરેથી ફરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ઘાટખેડા તળાવ પાસે પહોંચ્યા અને ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતા. જોકે, પાણીના ઉંડાણનો અંદાજ ન આવતા ચારેય બાળકો એકપછી એક ડૂબવા લાગ્યા હતા. કમનસીબે તે સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી તેમને બચાવી શકાયા ન હતા.

મૃતકોની ઓળખ

પોલીસે સ્થાનિક ગ્રામજનો અને ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમની મદદથી ચારેયના મૃતદેહ બહાર કાઢ્યા છે. મૃતકોમાં સોનાલી નરેન્દ્ર જોશી (16 વર્ષ), આદિત્ય નરેન્દ્ર જોશી (12 વર્ષ), પાયલ બબલુ પંડિત (21 વર્ષ) અને યશ ગજાનન કાકણે (13 વર્ષ) નો સમાવેશ થાય છે.

પરિવારમાં શોકનું મોજું

એક જ વિસ્તારના ચાર આશાસ્પદ યુવાનો અને બાળકોના મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું છે. હોસ્પિટલ અને ઘટનાસ્થળે સ્વજનોના રડવાના અવાજથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ પોલીસ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો: Delhi : Oppo-Oneplusની નકલી પ્રોડક્ટ બનાવી બજારમાં વેચી રહ્યો હતો આરોપી, પોલીસે ઝડપ્યો