android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana : ના શહેરીજનો લાખોના ફાફડા અને જલેબી ઝાપટી જશેા

calendar_todayOctober 19, 2026

Mahesana : ના શહેરીજનો લાખોના ફાફડા અને જલેબી ઝાપટી જશેા

દશેરા પર્વ નિમિત્તે મહેસાણા શહેરના રાજમાર્ગો ઉપર ઠેર-ઠેર ફાફડા અને જલેબીની હાટડીઓ મંડાઈ ગઈ છે. આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ મહત્તમ સપાટીને આંબી ગયા હોવા છતાં અસત્ય ઉપર સત્યના આ વિજય પર્વે નાસ્તાના શોખીન મહેસાણાવાસીઓ હોંશભેર ગરમ ગરમ ફાફડા અને જલેબી ઝાપટી જશે. એક અંદાજ અનુસાર મહેસાણાના શહેરીજનો લાખોના ફાફડા-જલેબી આરોગી જશે. સવારથી જ આ ખાદ્યચીજોની ખરીદી માટે ફાફડા-જલેબીના સ્ટોલ ઉપર ભીડ જોવા મળશે. નોંધપાત્ર છે કે, શુધ્ધ ઘીની જલેબી રૂ.700 થી 800 ના ભાવથી કિલો અને સાદી જલેબી રૂ.230 થી 280 ના ભાવથી કિલો મળી રહી છે. આ ઉપરાંત ફાફડાના ભાવ પ્રતિ કિલોએ રૂ.500થી વધી રૂ.700 ની સપાટી સ્પર્શી ગયા છે. ફરસાણની દુકાનો ધરાવતા વેપારીઓએ પણ જાહેર માર્ગો ઉપર હાટડીઓ માંડી દીધી છે. કેટલાક વેપારીઓએ મંડપ પણ બાંધ્યા છે દૂધસાગરની સહયોગ શાખામાં ફાફડા રૂ.480 અને શુધ્ધ ઘીમાં બનેલી કેસર જલેબી રૂ.560ના ભાવ નક્કી કરેલ છે. દશેરાનું પર્વ ફરસાણ માર્ટના વેપારીઓ માટે તેજીની લહેર લઈને આવ્યું છે. જો કે, નવરાત્રીની શરૂઆતથી જ નાસ્તા અને ફરસાણ બજારમાં તેજી છવાઈ છે. હવે, દેવ દીવાળી સુધી મિઠાઈઓ અને ફરસાણની દુકાનોમાં તેજી બની રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો