calendar_todayJanuary 17, 2026
Mahesana: અભિયાન : ઉત્તરાયણ બાદ રઝળતી 175 કિલો દોરીનો નાશ કરાયો
મહેસાણામાં પતંગ રસિયાઓએ ઉત્તરાયણની મજા માણ્યા બાદ શહેરભરમાં પતંગની દોરી રઝળતી મૂકી દીધી હતી. આ દોરીને એકત્રિત કરીને તેનો યોગ્ય જગ્યાએ નાશ કરવા માટેનું બીડું રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ઝડપ્યું હતું. સાંસદ અને ભાજપના કાર્યકર્તાઓએ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રઝળતી પડી રહેલી દોરી એકત્રિત કરવા અભિયાન ચલાવ્યું હતું. ઉપરાંત તેઓએ જે કોઈ લોકોએ દોરી લઈને તેમના કાર્યાલય સુધી પહોંચતી કરી તેવા નાગરિકોને કિલો દીઠ રૂ.150નું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આમ, રાજ્યસભા સાંસદ મયંક નાયકના કાર્યાલય સેવાલય ખાતે અંદાજીત 175 કિલોથી પણ વધુ દોરી એકત્રિત થઈ હતી. મહેસાણામાં ઉત્તરાયણના તહેવારો બાદ શહેરની ગલીઓમાં તાર, મકાન, વૃક્ષો અને ધાબા સહિતના સ્થળો પર પતંગ દોરીઓ લટકેલી પડી હતી. જેનાથી પશુ પક્ષી કે માનવીઓને કોઈ નુકસાન ન થાય તે માટે તેનો યોગ્ય નિકાલ કરવા રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો