android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana: મોઢેરા ચોકડીએ પેસેન્જર ભરવાની તકરારમાં યુવકની હત્યામાં 2 ઝબ્બે, 2 વોન્ટેડ

calendar_todaySeptember 4, 2026

Mahesana: મોઢેરા ચોકડીએ પેસેન્જર ભરવાની તકરારમાં યુવકની હત્યામાં 2 ઝબ્બે, 2 વોન્ટેડ

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં પેસેન્જર ભરવા બાબતે થયેલી જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી કેસમાં એ- ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસ સમક્ષ આરોપી માજીદખાને કબૂલાત કરી છે કે તેણે સાકીર સાથે મળીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી સાબીરહુસેનની હત્યા કરી હતી. ગત તા. 30 ઓગસ્ટના રોજ સાકીરહુસેન સૈયદે પેસેન્જર ભરવાની બાબતે સાબીરહુસેન ગુલામરસુલ સૈયદ સાથે બોલાચાલી કરી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેને મોઢેરા ચોકડી બોલાવી સાકીર, માજીદખાન, યુનુસખાન તેમજ તેના ભાણેજે એકસંપ થઈ સાબીરહુસેન પર છરી જેવા ધારદાર હથિયાર વડે ગળા અને પાંસળીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે સાબીરહુસેનનું મોત નીપજતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે બાતમીના આધારે હીરાનગર પાસેથી સાકીરહુસેનને દબોચી લીધો હતો, જ્યારે મારામારીમાં ઇજાગ્રસ્ત માજીદખાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસ સકંજામાં આવી ગયો હતો. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ બનાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો