calendar_todayMarch 10, 2026
Mahesana: જિલ્લા પંચાયતના ત્રણ, તાલુકા પંચાયતના 21 વાંધા ચૂંટણી પંચે ફગાવ્યા
મહેસાણા જિલ્લા પંચાયત તેમજ 4 તાલુકા પંચાયતના નવા સીમાંકન અને બેઠક ફાળવણી માટે રાજ્ય ચૂંટણી પંચે તાજેતરમાં પ્રાથમિક આદેશ જાહેર કર્યો હતો. પ્રાથમિક આદેશ સામે રજૂ થયેલા જિલ્લા પંચાયતના ત્રણ તેમજ ચાર તાલુકા પંચાયતના 21 વાંધાઓને રાજ્ય ચૂંટણી પંચે ફ્ગાવી દીધા છે. જિલ્લા પંચાયત તેમજ ચાર તાલુકા પંચાયતના સીમાંકન અને બેઠકોની ફાળવણીના પ્રાથમિક નિર્ણય સામે રાજ્ય ચૂંટણી પંચને મળેલા કુલ 24 વાંધાઓ માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સોમવારે સાંજે કલેકટર કચેરી ખાતે વિડિયો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પંચે વિચાર વિનિમયની બેઠક રાખી હતી. જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ,વાંધેદારો તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જે. કે. જેગોડા ઉપસ્થિત રહ્યા હતા. વાંધાઓ માટે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના રજુ થયેલા ત્રણ વાંધાઓ પૈકી એકમાં ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના પટેલ રાજેન્દ્રભાઈ પુંજીરામે ઉંઝા તાલુકામાં સને 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ઊંઝા તાલુકામાં જનરલ કેટેગરીની વસ્તી વધારે હોઈ ઊંઝા તાલુકાની જિલ્લા પંચાયત બેઠકો પૈકી કહોડા તથા કામલી બેઠક જનરલ કરવા વાંધો આપ્યો હતો. જ્યારે વિસનગર તાલુકાના પાલડી ગામના વતની ચૌધરી ફુલજીભાઈ રામસંગભાઈએ જિલ્લા પંચાયતની ભાલક અને ગોઠવા બેઠકમાં સમાવેશ વિસ્તારોમાં ફેરફાર કરી એક જ હાઇવે રોડ પર આવેલ તાલુકા પંચાયત મતદાર મંડળોની બેઠકો મુજબ રચના કરવા રજૂઆત કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો