android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana: વડનગર પોલીસે ડીસાથી અમદાવાદ કતલખાને જતું પિકઅપ ડાલુ પકડી 24 પશુઓને બચાવ્યા

calendar_todayFebruary 3, 2026

Mahesana: વડનગર પોલીસે ડીસાથી અમદાવાદ કતલખાને જતું પિકઅપ ડાલુ પકડી 24 પશુઓને બચાવ્યા

વડનગર પોલીસે સિપોર ગામેથી પસાર થતા એક શંકાસ્પદ વાહનની રોકી તપાસ કરતા 24 જેટલા પશુઓને કતલખાને જતા બચાવી લેવાયા હતા. કુલ રૂ.3.32 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ હતી. જ્યારે 2 વોન્ટેડ રહેતા કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

ડીસાથી પશુઓને કુંરતાપૂર્વક વાહનમાં ભરી અમદાવાદ ખાતે લઈ જવાતા હોવાની બાતમી વડનગર પોલીસને મળી હતી. જેને આધારે પ્રો.PSI ડી.એ.પરમાર અને તેમની ટીમે સિપોર ગામ પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી પસાર થતું એક શંકાસ્પદ પિકઅપ ડાલુ ઝડપી પાડવામાં આવ્યું હતું. જે ડાલામાં જોતા પાડા અને પાડી મળી કુલ 24 જેટલા નાના-મોટા પશુઓને ઘાસચારા અને પાણી સહિતની વ્યવસ્થા વગર ક્રૂરતાથી ભરેલા મળી આવ્યા હતા. જેથી પોલીસે પશુઓને મુક્ત કરાવતા 72,000ની કિંમતના પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી, GJ-08 AY 2319 નંબરનું પિકઅપ ડાલુ, 2 મોબાઈલ મળી કુલ 2.32 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ડાલા ચાલક શોએબ અનવરખાન પઠાણ ઉ.વ.22 અને આમિર ઉર્ફે મુંન્નો અનવરખાન પઠાણ ઉ.વ.24, બન્ને રહે.બીડી કામદાર સોસાયટી, નવાડીસા વાળાની અટકાયત કરવામાં આવી હતી.

જ્યારે તેમની પ્રાથમિક પૂછતાજમાં ડીસાના સમીર કાલુભાઈ કુરેશીએ ભરી આપી અમદાવાદના ભોલા કુરેશીને પહોંચાડવાના હોવાની વિગતો સામે આવી હતી. જે બન્ને વોન્ટેડ હોઈ પોલીસે કુલ 4 શખ્સો વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો