calendar_todayFebruary 9, 2026
Mahesana : ઊંઝામાં ઢાબામાં 4 શખ્સોએ યુવક પર કર્યો છરીથી હુમલો, સોનાનો દોરો અને રુપિયા ભરેલા પાકીટની લૂંટ પણ ચલાવી
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા નજીક આવેલ હાઇવે પરના ઢાબામાં એક યુવક પર હુમલાનો બનાવ બન્યો છે. ઘટનામાં અજાણ્યા ચાર વ્યક્તિઓએ છરી વડે હુમલો કરીને યુવકને ઇજા પહોંચાડી હતી અને સોનાનો દોરો અને રૂપિયા ભરેલું પાકી લૂંટી લીધું હોવાની ફરિયાદ નોંધાઇ છે.
અર્પિત રાજપૂત નામના યુવક પર હુમલો
હુમલાખોરોએ અર્પિત રાજપૂત નામના યુવક પર હુમલો કર્યો હતો. માહિતી પ્રમાણે, યુવક ઢાબામાં જમવા માટે ગયો હતો અને ત્યાં તેની પર આ શખ્સોએ હુમલો કરીને ચાકૂના ઘા ઝીંક્યા હતા
હુમલો કરી લૂંટ ચલાવી
હુમલો દરમિયાન હુમલાખોરોએ યુવકના ગળામાં પહેરેલો સોનાનો દોરો અને તેનું પૈસા ભરેલું પાકિટ પણ લૂંટી લીધું હતું.
હુમલાખોરોની શોધખોળ
પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચો----- Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી