android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana : માં શિયાળની રંજાડ, 5ને ઈજા

calendar_todayOctober 24, 2026

Mahesana : માં શિયાળની રંજાડ, 5ને ઈજા

મહેસાણા શહેરના સોમનાથ ચોકડી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે આશરે 12:45 વાગ્યાની આસપાસ એક શિયાળ અચાનક આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.આ પ્રાણીએ હુમલો કરતાં ઘટના સ્થળે ત્રણ થી પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.આ અંગેની જાણ સદભાવના ફાઉન્ડેશનના હેલ્પલાઈન નંબર પર કરવામાં આવી હતી.તો વન વિભાગને પણ જાણ થતા ટીમોએ બનાવ સ્થળ પર પહોંચી શિયાળને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ શિયાળ પાંજરે પુરાયું હતુ. જે બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. મહેસાણાના સોમનાથ ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે એક શિયાળ આકસ્મિક આવી ચડયું હતુ.આ અંગેની માહિતી મળતા જ સદભાવના ફાઉન્ડેશનના મૌલેશ દવેએ તુરંત જ બી.બી.જોશી અને તેમની રેસ્ક્યુ ટીમ તેમજ વન વિભાગનો સંપર્ક કર્યો હતો.સદભાવના ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના કર્મચારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.વન વિભાગ અને સંસ્થાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભારે સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.આશરે 2 કલાકની ભારે જહેમત બાદ, વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ આ જંગલી પ્રાણી(શિયાળ)ને કોઈ પણ પ્રકારની ઈજા વગર સહી સલામત રીતે પાંજરે પૂરવામાં(રેસ્ક્યુ કરવામાં)સફ્ળતા મળી હતી. રેસ્ક્યુ કરાયેલા જંગલી પ્રાણી શિયાળને વન વિભાગની દેખરેખ હેઠળ તેના કુદરતી નિવાસસ્થાન (જંગલ વિસ્તાર)માં મુક્ત કરવામાં આવ્યું હતુ.સદભાવના ફાઉન્ડેશન અને વન વિભાગની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીને કારણે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો