android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana : 7 વિધાનસભામાં લોકશાહીના પર્વમાં જોડાવવા 6,557 જેટલા નવા યુવા મતદારો નોંધાયા

calendar_todayOctober 26, 2026

Mahesana : 7 વિધાનસભામાં લોકશાહીના પર્વમાં જોડાવવા 6,557 જેટલા નવા યુવા મતદારો નોંધાયા

મહેસાણા જિલ્લામાં મતદારયાદી સુધારણા માટેની ખાસ ઝુંબેશમાં 6,557 નવા મતદારો નોંધાયા છે. જેમાં 25 , ઓકટોબરના રોજ 2,566 નવા યુવા મતદારો નોંધાયા હતા. 7 વિધાનસભા મતક્ષેત્રના 1,991 મતદાન મથકો પર બીએલઓની કામગીરીમાં ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8ના 11, 18 અને 25 , ઓકટોબરના રોજ 33,430 ફોર્મ ભરાયા હતા. ઈન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી બીરેન પટેલના માર્ગદર્શન હેઠળ 18 થી 19 વર્ષના યુવાનોને મતદારયાદીમાં નામ નોંધાવી લોકશાહીના પર્વમાં જોડાવા અનુરોધ કરાયો હતો. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ નવા મતદારોના નામ ઉમેરવા, હયાત યાદીની ક્ષતિઓ સુધારવી તેમજ 18 થી 19 વર્ષના નવયુવાનોને પ્રથમ વખત લોકશાહીની પ્રક્રિયામાં જોડવાનો છે. 25 , ઓકટોબરના રોજ મહેસાણા જિલ્લામાં ફોર્મ નં.6 માં પર75 , ફોર્મ નં.7માં 777, ફોર્મ નં.8 માં 6428 અને 18-19 વર્ષ વયજુથના 2566 ફોર્મ મળ્યા હતા. મહેસાણા જિલ્લામાં મતાધિકાર જાગૃતિ અભિયાન અને મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈ પણ લાયક મતદાર યાદીમાં નોંધાયા વગર ન રહી જાય તે હેતુથી વ્યાપક સ્તરે નામ નોંધણી અને સુધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશમાં 1,991 મતદાન મથકો સવારે 10.00 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંબંધિત બી.એલ.ઓ. ફરજ પર હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો