android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana: જિલ્લાના 70થી વધુ ખાંડના વેપારીઓનું સરપ્રાઈઝ ચેકિંગ કરાયું !

calendar_todaySeptember 4, 2026

Mahesana: જિલ્લાના 70થી વધુ ખાંડના વેપારીઓનું સરપ્રાઈઝ ચેકિંગ કરાયું !

ખાંડના ભાવોમાં વધારો થતાં તહેવારો ટાણે સંગ્રહખોરી, નફાખોરી અને કાળા બજાર ન થાય તે માટે તંત્ર સક્રિય બન્યું છે. મહેસાણા જિલ્લાના 70 જેટલા એકમો ઉપર પુરવઠા તંત્રએ આકસ્મિક તપાસ કરી હતી. જો કે, આ તપાસ દરમિયાન સંગ્રહખોરી અને કાળા બજાર કરતા એક પણ વેપારી હજુ સુધી મળી આવ્યો નથી. પરંતુ, ખાંડનું કાળા બજાર તેમજ ગેરકાયદે સંગ્રહખોરી રોકવા માટે સરકાર દ્વારા કડક આદેશો જારી કરવામાં આવ્યા હતા. ખાંડના વધતા ભાવોને કાબૂમાં લેવા અને સંગ્રહખોરી અટકાવવા માટે મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં ખાસ ટીમોની બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા તમામ વેપારીઓના ખાંડના સ્ટોકનું ફિઝિકલ વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. તહેવારોમાં કાળા બજાર ન થાય તે માટે જિલ્લા કલેકટર એેસ.કે.પ્રજાપતિ અને પુરવઠા અધિકારી બીરેનભાઈ પટેલ દ્વારા ખાસ ટીમો બનાવી સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો