android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana News: ઊંઝા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 6960 મતો નોંધાયા, સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ

calendar_todayJanuary 11, 2026

Mahesana News: ઊંઝા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 6960 મતો નોંધાયા, સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલી ઊંઝા નાગરિક સહકારી બેંક લિમિટેડની ડિરેક્ટરોની ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ ચૂંટણીમાં કુલ 3 બેઠકો માટે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો, જેમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બેઠકોનું સમીકરણ અને મતદાનની ટકાવારી

ઊંઝા નાગરિક સહકારી બેંકના કુલ 19 ડિરેક્ટર્સ પૈકી 16 ડિરેક્ટર્સ અગાઉ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બાકી રહેલી 3 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ 3 બેઠકોમાં 2 મહિલા અનામત બેઠક અને 1 અનુસૂચિત જનજાતિ (ST) બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે મેદાનમાં કુલ 5 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.

બેંકના કુલ 27,055 નોંધાયેલા મતદારો પૈકી 6,960 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના બની ન હતી.

સાંજ સુધીમાં ફેંસલો

મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મતગણતરી પર ટકેલી છે. આજે મોડી સાંજ સુધીમાં મતગણતરી પૂર્ણ કરી પરિણામ જાહેર કરવામાં આવશે. બિનહરીફ ચૂંટાયેલા 16 ડિરેક્ટરો બાદ આ 3 બેઠકો પર કોણ વિજેતા બને છે તેના પર સહકારી ક્ષેત્રના અગ્રણીઓની નજર છે.


આ પણ વાંચો - Mehsana માં પંચાલ સમાજનું શક્તિ પ્રદર્શન, વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા યોજાયું ભવ્ય મહાસંમેલન