calendar_todaySeptember 18, 2026
Mahesana :પેનલ PM, પોલીસની દરમિયાનગીરીથી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
મહેસાણા સ્થિત વાણી આઈવીએફ્ સેન્ટરમાં સારવાર દરમિયાન મહિલાની તબિયત લથડી હતી.તો યુનિક આઈસીયુમાં તેણીને સારવાર અર્થે ખસેડાઈ હતી.જ્યાં છ દિવસની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.મહિલાના મોત બાદ પરિવારે વાણી આઇવીએફ્ની બેદરકારીના કારણે મહિલાનું મોતનો આક્ષેપ લગાવી હોબાળો મચાવ્યો હતો.તો પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.જોકે પેનલ પીએમ તેમજ પોલીસની દરમિયાનગીરીથી પરિવારે 24 કલાક બાદ મૃતદેહ સ્વિકાર્યો હતો.જોકે પી.એમ.રીપોર્ટ આવ્યા બાદ આ ઘટનામાં કોણ જવાબદાર છે.તેના પરથી પડદો ઉચકાશે. કડીના મેડાઆદરજના 32 વર્ષીય રમીલાબેન દીપકભાઈ ચાવડા વાણી આઈવીએફ્ સેન્ટરમાં 10 સપ્ટેમ્બરે ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન કોઈ કારણસર બેભાન થઇ જતા આઈવીએફ્સેન્ટર દ્વારા મહેસાણાના ગોપીનાળા નજીક યુનિક આઈસીયુ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જોકે તેણીનું છ દિવસની સારવાર દરમિયાન મંગળવારે રાત્રે મોત નીપજ્યું હતું.મહિલાના મોત બાદ તેના પરિવારમાં રોષ સાથે વાણી આઇવીએફ્ સેન્ટરની બેદરકારીથી તેણીનું મોત થયાનો આરોપ લગાવી લોકોએ હોબાળો મચાવ્યો હતો.જેને લઇ વાતાવરણ તંગ બનતા પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી.તો મહિલાના આ પ્રકારે મોતથી રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગણી સાથે મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.ત્યારે પોલીસે દરમિયાનગીરી કરીને પરિવારની માગણીઓ જેમાં પેનલ પી.એમ.તેમજ પરિવારના સભ્યના નિવેદન લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસમાં જે બહાર આવે તે મુજબ ફરીયાદ નોંધવાનો વિશ્વાસ આપતા મામલો થાળે પડયો હતો.તો પોલીસની દરમિયાનગીરીથી પરિવારે મહિલાનો 24 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો