android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahisagar:પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટની પૂર્વસંધ્યાએ રૂા.1.42 કરોડના દારૂ પર રોલર ફોરવાયું

calendar_todayJanuary 1, 2026

Mahisagar:પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટની પૂર્વસંધ્યાએ રૂા.1.42 કરોડના દારૂ પર રોલર ફોરવાયું

વર્ષ 2025ને વિદાય આપી 2026ના વર્ષને આવકારવા જ્યારે લોકો થનગની રહ્યા હતા, ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ, વર્ષ 2025ના છેલ્લા ચાર માસ દરમિયાન જિલ્લાના વિવિધ 10 પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના મોટા જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લાના 10 પોલીસ મથકોમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી ગત સપ્ટેમ્બર માસથી ડિસેમ્બર માસ દરમિયાન જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નિકાલ કરવા માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ આ કામગીરીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓનો જપ્ત કરાયેલ કુલ રૂા.1,42,81,765 નો વિદેશી દારૂનો જથ્થો જેમાં કુલ 54,106 બોટલોનો મુદ્દામાલ એકત્રિત કરાયો હતો. આ દારૂના જથ્થાને જિલ્લા પોલીસ વડા સફીન હસનની સીધી દેખરેખ હેઠળ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અને મેજિસ્ટ્રેટની હાજરીમાં ખુલ્લા મેદાનમાં તેના ઉપર રોડ રોલર ફોરવી નાશ કરાયો હતો. દારૂની હજારો બોટલો પર રોલર ફરી વળતા જ જમીન પર દારૂની નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

મહીસાગર જિલ્લાના પોલીસ મથકે જપ્ત કરેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

પોલીસ સ્ટેશન દારૂનો જથ્થો (રૂા.માં) : 1) બાલાસિનોર ટાઉન - 84,183, 2) બાલાસિનોર તાલુકા - 4,47,489, 3) બાકોર - 35,65,132, 4) કોઠબા - 1,49,174, 5) લુણાવાડા તાલુકા - 3,96,812.

પોલીસ સ્ટેશન દારૂનો જથ્થો (રૂા.માં) : 6) લુણાવાડા ટાઉન - 5,33,310, 7) વિરપુર - 5,02,550, 8) સંતરામપુર - 51,26,446, 9) કડાણા - 37,435, 10) ડીટવાસ - 34,39,234, કુલ - 1,42,81,765.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો