android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahisagar: મહીસાગરના નાસતા ફરતા 4 આરોપી ઝડપાયા

calendar_todayApril 6, 2026

Mahisagar: મહીસાગરના નાસતા ફરતા 4 આરોપી ઝડપાયા

મલેકપુર : મહીસાગરના અલગ-અલગ ગુન્હામાં નાસતા ફરતા કુલ ચાર આરોપીઓને એક જ દિવસમાં મહીસાગર એલ.સી.બી. ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ જેમાં એ.એસ.આઇ. ભવાનજી બાલાજી તથા આ.હે.કો. મહિપાલસિંહ ઉમેદસિંહનાઓની સંયુકત બાતમીથી બાલાસીનોર ટાઉન પો.સ્ટે. વિવિધ ગુનાના નાસતા ફરતા આરોપીઓને મહીસાગર એલસીબીએ ઝડપી પાડયા છે. જેમાં (1) મુકેશકુમાર કિરીટકુમાર જોષી રહે, દધાલીયા તા- મોડાસા જી- અરવલ્લી (2) ચેતનકુમાર બાલુસિંહ ચૌહાણ રહે. વાંટડા તા-મોડાસા જી- અરવલ્લી નાઓને ઝડપી લીધો છે. તે ઉપરાંત અ.હે.કો. ધર્મેશકુમાર રમણભાઇનાઓની બાતમીના આધારે લુણાવાડા ટાઉન પો.સ્ટે.ના ગુનાના નાસતા ફરતા આરોપી- આફ્તાબ ઉર્ફે મુશા ઇકબાલ પાયા રહે, નદીપાર, ઇદગા મહોલ્લા, ગોન્દ્રા, તા- ગોધરા જી- પંચમહાલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી લીધો છે. આમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ડ્રાઇવ દરમિયાન એક જ દિવસમાં કુલ ચાર આરોપીને ઝડપી પાડવામાં એલ.સી.બી. મહીસાગરને સફ્ળતા મળી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો