android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahudha : ગાયને બચાવવા જતાં 108 એમ્બ્યુલન્સને અકસ્માત થયો

calendar_todayOctober 26, 2026

Mahudha : ગાયને બચાવવા જતાં 108 એમ્બ્યુલન્સને અકસ્માત થયો

મહુધા કોર્ટ સામે રસ્તા પર અચાનક આવેલી ગાયને બચાવવાના પ્રયાસમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની હતી. અલીણા ગામના દર્દીને મહુધા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડીને પરત ફરી રહેલી એમ્બ્યુલન્સને આ અકસ્માત નડયો હતો. ઘટનામાં એમ્બ્યુલન્સને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મહુધા તાલુકાના અલીણા ગામના એક દર્દીની તબિયતને ધ્યાનમાં રાખીને તેને 108 એમ્બ્યુલન્સ મારફ્તે મહુધા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં પહોંચાડયા બાદ એમ્બ્યુલન્સ પરત ફરી રહી હતી. દરમિયાન મહુધા કોર્ટ સામે પહોંચતાં જ રસ્તા પર અચાનક ગાય આવી જતાં ચાલકે તેને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, આ પ્રયાસ દરમિયાન એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની હતી અને વાહનને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે દર્દીને હોસ્પિટલમાં ખસેડયા બાદ આ ઘટના બની હતી. રસ્તા પર રખડતાં પશુઓના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત રહેતું હોય છે. ખાસ કરીને વ્યસ્ત માર્ગો પર અચાનક રસ્તા વચ્ચે આવી જતાં પશુઓને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. આ ઘટનાએ ફરી એકવાર રખડતાં પશુઓની સમસ્યા અને માર્ગ સલામતી અંગે સવાલો ઊભા કર્યા છે. નગર વિસ્તારમાં રખડતાં પશુઓને નિયંત્રિત કરવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો