android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahuva: મહુવા-અંબિકા તાલુકામાં 6.28 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત

calendar_todayOctober 25, 2026

Mahuva: મહુવા-અંબિકા તાલુકામાં 6.28 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત

મહુવાટાઉન : મહુવા-અંબિકા તાલુકાના મજૂર થયેલા 6.28 કરોડનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે કરાયું હતું. જેમાં વડિયા ગામે 40.82 લાખ, દેદવાસણ ગામે 27.87 લાખ, મિયાંપુર ગામે 39.63 લાખ અને ઢુઢેસાં ગામે 22.31 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દીવાલ બનાવાશે. આ ઉપરાંત વેલણપુરગામ 41.16 લાખ, નિહાલી ગામે 40.63 લાખ, નરડા ગામે 81.77 લાખ, વાછાવાડ ગામે કામ 40.72 લાખના ખર્ચે ચેકડેમ કમ કોઝવેના કામો કરાશે તથા સિંચાઇ યોજનાનાં કામોમાં બોરિયા ગામે 49.55 લાખ, કાની ગામે 32.44 લાખ, કરચેલીયા ગામે 53 લાખ, વાંક ભગવાનપુરા ખાતે 26.25 લાખ, સાંબા ખાતે 81.22 લાખ તથા વહેવલ ખાતે 50.85 લાખના ખર્ચે બોક્સ કલ્વર્ટના કામો કરાશે. ધારાસભ્યે જણાવ્યું હતું કે આકોમો થવાથી ગામનાં ખેડૂતો, પશુપાલકો, વિદ્યાથીઓ અને રાહદારીઓને વર્ષોથી પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને ચોમાસામાં પૂરની સમસ્યામાંથી લોકોને કાયમી મુક્તિ મળશે. આ પ્રસંગે અંબિકા તાલુકા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ દેવેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય હિનાબેન પટેલ, રમિલાબેન પટેલ, હર્ષદભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ તથા ગામનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો